સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર યથાવત રહેતા આજે જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, સુરત, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં લો-પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં અતિથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 27 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના મતે 9મી જુલાઈથી સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિ ધીમી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
આ ઉપરાંત અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાના ઉપરાંત વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હાલની સ્થિતિ પ્રમાણએ 10થી 13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.
હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં આજે પડી શકે છે ધોધમાર વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 09:43 AM (IST)
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -