ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદના પગલે 201 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગઈ છે. જેમાં 18 સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. 162 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ છે. 20 અન્ય રસ્તાઓ બંધ છે, જ્યારે 1 નેશનલ હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે. સૌથી વધુ રાજકોટ જિલ્લાના 39 રસ્તાઓ બંધ છે. વલસાડ જિલ્લાના 34 રસ્તાઓ બંધ છે, તો જૂનાગઢ જિલ્લાના 23 રસ્તાઓ બંધ થઈ ગયા છે.
અનરાધાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ તાલુકામાં આભ ફાટ્યુ છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 5 જિલ્લાના 38 ડેવ ઓવરફ્લો થયા છે. એક જ દિવસમાં 38 ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં 400 અને જામનગર જિલ્લામાં 334થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે તો ભાદર ડેમમાં 5 ફૂટ બાકી છે. ભારે વરસાદને પગલે મહિનાઓથી ખાલીખમ જળાશયો કલાકોમાં જ છલકાઈ ગયા છે.
ક્યા તાલુકામાં કેટલો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં 21 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કાલાવાડ તાલુકામાં 16 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિસાવદર તાલુકામાં 15 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટø તાલુકામાં 13 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધોરાજી તાલુકામાં 9 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા તાલુકામાં 8 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પડધરી તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં 7 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુર અને જામજોધપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ
વરસાદની આગાહી