અમરેલીઃ  રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.


આ દરમિયાન આજે સવારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ માતા અને પરિવાર સાથે મતદાન કર્યુ હતું. રૂપાલા તેમના 95 વર્ષીય માતાને વ્હીલચેરમાં બેસાડીને ઈશ્વરીયા ગામના મતદાન મથક સુધી લઈ ગયા હતા. મતદાનને લઈ તેમણે ટ્વીટ પણ કર્યુ હતું. જેમાં લખ્યું, દી ઉગ્યા મા મતદાન કરીએ "  મે મારા માતૃશ્રી, ધર્મપત્નિ અને સહ-પરીવાર સાથે મતદાન કર્યુ. મતદાનને મરજીયાત નહિ ફરજીયાત સમજી..મતદાન કરીને  લોકશાહી ના મહાપર્વની ઉજવણી કરીએ.



પ્રથમ બે કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 8 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 11 ટકા, ધોળકા નગરપાલિકામાં 9 ટકા, વિરમગામ નગરપાલિકામાં 10 ટકા, આણંદ નગરપાલિકામાં 8 ટકા, ડીસા નગરપાલિકામાં 10 ટકા, ભરૂચ નગરપાલિકામાં 8 ટકા, અંકલેશ્વર નગરપાલિકામાં 10 ટકા, મહુવા નગરપાલિકામાં 9 ટકા, દહેગામ નગરપાલિકામાં 10 ટકા, કેશોદ નગરપાલિકામાં 9 ટકા, ખંભાળિયા નગરપાલિકામાં 9 ટકા મતદાન નોંધાયું છે.