રાજ્યમાં 10 હજાર નોકરીની ખાલી જગ્યા ભરવા થશે જાહેરાત, કયા વિભાગમાં થશે ભરતી જાણો!
abpasmita.in | 01 Nov 2016 01:07 PM (IST)
ગાંધીનગરઃ સરકારી નોકરીની ઇચ્છા રાખનાર રાજ્યના યુવક યુવતીઓ માટે નવા વર્ષમાં સારા સમચાર છે. પંચાયત વિભાગ દ્વારા આગામી દિવસોમાં 10 હજાર જેટલી ખાલી જગ્યા ભરવામાં આવશે. આખુ વર્ષ સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે આગામી સમયમાં રાજ્ય સરકાર પંચાયત વિભાગમાં 10 હાજર જેટલી ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી શકે છે. હાલમાં વિવિધ સરકારી નોકરીઓની પરીક્ષા ચાલી રહી છે. બીજી નવી નોકરીઓની જાહેરાત રાજ્ય સરકાર ટુંક સમયમાં કરી શકે છે.