કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા હતા.  જૂનાગઢ કૉંગ્રેસના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. હર્ષદ રિબડીયા સિવાય જૂનાગઢ જિલ્લા કૉંગ્રેસના અનેક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા નટુ પોંકિયા પણ ભાજપમાં જોડાયા હતા. ભેંસાણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પણ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. હર્ષ રિબડીયા ભાજપની ટિકિટ પર વિસાવદરથી ચૂંટણી લડી શકે છે.






ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે બીજેપી વિશ્વની મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે. ગુજરાત અને દેશની જનતા pm મોદીને અપાર પ્રેમ કરે છે. કોંગ્રેસ દિશાવિહીન છે. મોદી સરકાર કૃષિ માટે નવી ટેકનોલોજી લાવી. કપાસના ભાવ 2000 થી 2500 રૂ થઈ ગયા છે.


તો આ તરફ ભાજપમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. પ્રદેશ યુવા મોરચા વિધાનસભાના સંયોજકની કમલમ કાર્યાલયમાં બેઠક મળી છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી અને યુવા મોરચાના પ્રમુખની આગેવાનીમાં બેઠક મળી છે.જેમાં વિધાનસભાની ચૂંટણીને લઈ માર્ગદર્શન અપાશે. બે દિવસ અગાઉ પણ કમલમમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલ પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. ત્યારે આજે યુવા મોરચાના સંયોજકની બેઠક મળી છે.


નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ખાતરી આપી કે સીટિંગ ધારાસભ્યોને પુનઃટિકિટ આપવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરાશે. સુખરામ રાઠવાએ આશંકા વ્યક્ત કરી કે ટિકિટ કપાવાની આશંકાએ ધારાસભ્યો કૉંગ્રેસ છોડી રહ્યા છે. તો ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ તો સનસનીખેજ આરોપ લગાવ્યા હતા.  રઘુ શર્માએ દાવો કર્યો કે થોડા દિવસ પહેલાં જ એક વીડિયો આવ્યો હતો.  જેમાં ખુદ હર્ષદ રીબડિયા એમ કહી રહ્યા હતા કે તેમને 40 કરોડની ઓફર છે. ત્યારે હવે હર્ષદ રીબડિયાએ જવાબ આપવો જોઈએ કે આ ઓફર ઘરે બેસવાની હતી કે ટિકિટ મેળવવાની હતી.


Gujarat Election : કેજરીવાલ ફરી આવશે ગુજરાતના બે દિવસના પ્રવાસે, ગજવશે પાંચ જનસભા