ગાંધીનગર:  રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે રાજ્યમાં વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. સવારે 8.00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી રાજ્યમાં 25 ઠેકાણે 1 ઇંચથી વઘુ વરસાદ વરસ્યો છે, જયારે વલસાડના કપરાડામાં 8 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં 57 રસ્તા બંધ છે.




સૌથી વધારે બંધ રસ્તા વલસાડ જિલ્લાના છે. વલસાડના 33, ડાંગના 9, તાપીના પાંચ રસ્તા બાંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ છે. વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ વીજ પ્રવાહને અસર થઈ છે.



રાજ્યમાં 59 ગામોને વીજળીની અસર થઈ છે. જે ગામડામાં વીજળીની અસર થઈ છે ત્યાં પૂરવઠો સત્વરે ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.