રાજયસભા માટે ભાજપના બે ઉમેદવારો પૈકી રામભાઈ મોકરીયાની પસંદગી અભય ભારદ્વાજના નિધના કારણે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર જ્યારે દિનેશ પ્રજાપતિને કોંગ્રેસના સાંસદ અહમદ પટેલના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર ઉમેદવાર બનાવાયા છે.
અહમદ પટેલ રાજ્યસભામાં 2017ના ઓગસ્ટ મહિનામાં ચૂંટાયા હતા તેથી તેમની છ વર્ષની મુદત 2023ના ઓગસ્ટ મહિનામાં પૂરી થતી હતી. તેમના સ્થાને ચૂંટાયેલા દિનેશ અનાવડિયાની મુદત પણ 2023ના ઓગસ્ટ મહિનામાં પૂરી થશે તેથી દિનેશ અનાવડિયા પણ 2023ના ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત થશે. આમ પહેલ વાર રાજ્યસભામાં જતા દિનેશભાઈ પ્રજાપતિ લગભગ અઢી વર્ષ માટે રાજ્યસભાના સભ્ય રહેશે.
ભાજપના રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજ 2020ના જુલાઈમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમની મુદત 2026ના જુલાઈમાં પૂરી થતી હતી. તેમના સ્થાને આવેલા રામભાઈ મોકરીયાની મુદત પણ 2026ના જુલાઈમાં પૂરી થશે તેથી રામભાઈ મોકરીયા લગભગ સાડા પાંચ વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહેશે.
IPL Auction: આ ગુજરાતી ખેલાડી પર લાગી શકે છે 10 કરોડ રૂપિયાનો દાવ, ધોનીની હેલિકોપ્ટર સ્ટાઇલમાં સિક્સ મારી ટીમને પહોંચાડી હતી સેમી ફાઇનલમાં
IPL હરાજીઃ તોફાની બેટિંગ કરતા આ ‘શાહરૂખ ખાન’ને લેવા થશે પડાપડી, ધોનીની છે તેના પર નજર, જાણો ક્યાં કરી હતી સ્ફોટક બેટિંગ ?