અમદાવાદઃ આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પેપર તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવશે. કોરોના પ્રભાવિત વિસ્તારમાંથી આવતા શિક્ષકોને આ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવશે. અમદાવાદના કુલ 28 કેન્દ્ર પર ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પેપરનું મૂલ્યાંકન કરાશે.


મળતી જાણકારી અનુસાર, એક વર્ગખંડમાં 10 શિક્ષકોને રાખીને પેપર તપાસવામાં આવશે. શૈક્ષણિક સંઘોના સહકારથી પેપર મૂલ્યાંકન કામગીરી પુરી પાડવામાં આવશે. બોર્ડે તમામ જિલ્લાઓનો જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જો કોઈ શિક્ષક રજાના કારણે અન્ય જિલ્લામાં હોય તો તે પોતે હાલ જે જિલ્લામાં હોય ત્યાં પેપર ચેકિંગની પ્રક્રિયામાં જોડાઈ શકશે. તે સિવાય કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જો શિક્ષકો ન આવવા માગતા હોય તો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ફેરફાર કરી શકાશે.