STના કર્મચારીઓને મળશે વહેલો પગાર, સાથે મળશે 5000 રૂપિયાનું બોનસ
abpasmita.in | 24 Oct 2016 06:44 PM (IST)
ગાંધીનગર: રાજ્યના એસટી કર્મચારીઓ માટે ખૂશીના સમાચાર છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે એસટીના તમામ કર્મચારીઓને વહેલા પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. એસટીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓને 25થી 26 તારીખ સુધીમાં પગાર ચુકવી દેવામાં આવશે. એસટી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને પગારને સાથે 5000 રૂપિયા બોનસ પણ આપવામાં આવશે.