ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૃપાણીની નવી સરકાર આવ્યાને અઢી મહિનાનો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી બોર્ડ નિગમોમાં નિમણૂકો થઈ શકી નહોતી પરંતુ સરકારે નિગમોમાં નિમણૂકો શરૂ કરી દીધી છે.


સરકારે ભાજપમાં વિવિધ સેલના બે કન્વિનરોને બોર્ડ નિગમમાં નિમણૂક આપી શુભારંભ કરી દીધો છે. સરકાર જાણે દીવાળીની ભેટ આપતી હોય તેમ ભાજપના IT સેલની કન્વિનર રાધિકા કચેરીયાની તેમજ હ્યુમન રાઇટ સેલના કન્વિનર પ્રશાંન્તવાળાની પંચાયત પસંદગી બોર્ડમાં નિમણૂકો આપી છે.

હાલમાં તલાટી સહિતની ભરતી પ્રક્રિયા ચાલી રહી હોઈ બંને નિમણૂકો ખૂબ જ મહત્ત્વના છે.બંન્ને કન્વિનરોને સભ્ય એટલે કે ડિરેક્ટર તરીકે મૂકાયા છે. બંન્ને મહિને લગભગ ૭૫ હજાર જેટલો પગાર પણ મેળવશે. તેઓ હવે પછીથી રાજકીય કાર્યવાહી કરી શકશે નહિ. તાજેતરમાં જ આ રીતે કેટલાક રાજકીય અગ્રણીઓની નિમણૂકો થઈ હતી. સૂત્રો જણાવે છે કે, બોર્ડ નિગમોમાં નિમણૂક કરવા માટેના નિર્ણયો લેવાની પ્રક્રિયા હવે ઝડપી થશે.