Gujarat: ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી સરકારને લઇને અનેક ચર્ચાએ ચાલી રહી છે, હવે આ બધાની વચ્ચે આજે ગુજરાતમાં અચાનક નવાજુનીના એંધાણ હોય તેમ માહોલ સર્જાયો છે. ખરેખરમાં, આજે રવિવારના દિવસે ગુજરાત સરકારના તમામ ધારાસભ્યોને ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર બોલાવ્યા છે. આજે અચાનક કેબિનેટની બેઠક બોલાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ચગડોળે ચઢ્યો છે.
માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલ સરકારે આજે એટલે કે રવિવારેના દિવસે સાંજે 4:30 કલાકે ગુજરાત મંત્રીમંડળની બેઠક બોલાવી છે. આ કેબિનેટ બેઠકને લઇને લોકો ચર્ચા કરી રહ્યાં છે કે, આજે મંત્રીમંડળને લઇને વાત થઇ શકે છે. તો વળી, અન્ય એક વર્ગમાં સરકારી કર્મચારીઓને દિવાળી બૉનસ કે અન્ય લાભ આપવાની વાતને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. ખરેખમાં, સામાન્ય રીતે રાજ્ય મંત્રીમંડળની બેઠક દર બુધવારે યોજાતી હોય છે, પરંતુ આ અચાનક આજે રવિવારે બોલાવાતા ભાજપના ધારાસભ્યો અને રાજકીય વિશ્લેષકોમાં પણ અનેક અટકળો શરૂ થઈ છે.
સોશ્યલ મીડિયા પર આ આજની મીટિંગને લઇને અનેક વાતો સામે આવી રહી છે, તેમાંથી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનને લઇને પણ છે. આગામી પખવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 22 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારી ઉજવણી અને તેની તૈયારી માટે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કારણસર કેબિનેટની બેઠક સામાન્ય દિવસ કરતાં વહેલી બોલાવાઈ છે. કહેવાઇ રહ્યું છે કે, મોદી શાસનના 22 વર્ષની ઉજવણી નિમિત્તે આખી સરકાર વ્યસ્ત રહેશે અને તેને લઈને રાજ્ય સરકાર મહત્ત્વની જાહેરાતો કરી શકે છે.
આ પણ વાંચો
Olympic 2036 માટે તૈયારીઓ શરૂ, કરાઇ એકેડેમીમાં 114 એકરમાં બનશે બે મેગા સ્ટેડિયમ