Olympic 2036: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને આગામી દિવસોમાં ઓલિમ્પિકની મેજબાની કરવાની તક મળી શકે છે. આગામી 2036ની ઓલિમ્પિક ગેમ્સ એક્ટિવિટી ભારતમાં ગુજરાતમાં યોજાશે, આને લઇને સરકાર અને સ્થાનિક પ્રશાસને ખાસ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં ઓલિમ્પિકને લગતી ગેમ્સ રમાડવા માટે ખાસ પ્રકારની સુવિધાઓ ઉભી કરાઇ રહી છે. હાલમાં મળતા રિપોર્ટ પ્રમાણે, ગાંધીનગરની કરાઇ એકેડેમીમાં 114 એકરની જગ્યામાં બે સ્ટેડિયમમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્પૉર્ટ્સ એક્ટિવિટી માટે અન્ય ફેસિલિટી માટે પણ કામ કરાશે. 


આગામી વર્ષોમાં ગુજરાત ઓલિમ્પિક 2036ની યજમાની કરી શકે છે. આને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તાજા અપડેટ પ્રમાણે, ગાંધીનગરની કરાઈ એકેડેમીમાં ઓલિમ્પિક 2036ને લઈ વધુ સુવિધાઓ ઉભી કરાશે. 114 એકરમાં બે સ્ટેડિયમ અને સ્પૉટ્સ એક્ટિવિટી વધારવામાં આવશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સાથે કરાઈને કનેક્ટ કરવાની દીશામાં અભ્યાસો ચાલી રહ્યો છે. 


માહિતી પ્રમાણે, જો વર્ષ 2035માં ઓલિમ્પિકના આયોજન માટે અમદાવાદની પસંદગી થશે તો ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડમી પણ ખેલ આયોજનો-સ્પર્ધાઓના અનેક સ્થળો પૈકીનું એક હોઈ શકે છે. રાજ્ય સરકારે અમદાવાદમાં ઓલિમ્પિક-2036ને ધ્યાને રાખીને મોટેરા, નારણપુરા અને સાણંદ, ગોધાવી સહિત અનેક વિસ્તારોમાં લાંબાગાળાના વિકાસ આયોજન તરફ કવાયત શરૂ કરી દીધી છે. આ કેટેગરીમાં કરાઈ પોલીસ એકેડેમીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 


ઓલિમ્પિક 2036ના આયોજન માટે ગુજરાત સરકારમાંથી મંત્રી, સેક્રેટરીનું એક ડેલિગેશન નિયમિતપણે કેંદ્ર સરકાર સાથે બેઠક યોજી રહ્યું છે, જેમાં કરાઈની પોલીસ એકેડમી પર પણ વિચાર થઈ રહ્યો છે. 114 એકરમાં ફેલાયેલી પોલીસ એકેડમીમાં તો પહેલા જ બે સ્ટેડિયમ સહિતની સ્પૉર્ટ્સ એક્ટિવિટી કાર્યરત છે, તો દોડ, ઉંચી કૂદ, ભાલા ફેંક, શૉટ પૂટ જેવી અનેક એથલેટ ગેમ્સનું આયોજન થઈ શકે તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. જેના પગલે મોટેરાના નરેંદ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરાના સ્પૉટ્સ
કૉમ્પ્લેક્સ સહિતના સરદાર પટેલ સ્પૉર્ટ્સ એન્ક્લેવ સાથે કરાઈ પોલીસ એકેડમીને કનેક્ટ કરી શકાય તે દિશામાં અભ્યાસ થઈ રહ્યો છે. જેથી આ એક જ એન્ક્લેવમાં 20થી વધુ ગેમ્સનું આયોજન થઈ શકે. 


આ પણ વાંચો


ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસ કાર્યોની ભેટ, વાયબ્રન્ટ નવરાત્રિ-2024નો કરાવશે પ્રારંભ