ગાંધીનગરઃ કલા જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા છે. કચ્છના આગેવાન જાગૃતિબેન બાબુભાઇ શાહ પણ ભાજપમાં જોડાયા છે. ખેડા જિલ્લા સહકારી બેન્ક પર ભાજપના કબ્જા બાદ જીતેલા ઉમેદવારો સી આર પાટીલને મળશે. આજે ભાજપના સાંસ્કૃતિક સેલ સાથે ભાજપામાં જોડાયા છે. ગુજરાતી એક્ટ્રેસ મમતા સોની ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ગોરધન ઝડફિયાની હાજરીમાં કલાકારો ભાજપમાં જોડાયા હતા. 


આ સિવાય ભક્તિ કુબાવત, કામિનીબેન પટેલ, હેમાંગભાઈ દવે, હેતલભાઈ ઠક્કર, સની કુમાર, પ્રશાંત બારોટ, જ્યોતિબેન શર્મા, મમતા સોની, ફાલ્ગુનીબેન રાવલ પણ ભાજપમાં જોડાયા છે. 


ગુજરાતના આ પાટીદાર IAS અધિકારીએ આપ્યું રાજીનામું, ચૂંટણી લડશે? જાણો કઈ સંસ્થા સાથે છે જોડાયેલા?


રાજકોટઃ  અધિક કલેકટર જે.કે. પટેલે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. નિવૃત્તિને એક વર્ષ પહેલાં રાજીનામુ આપ્યું. કડવા પાટીદાર અધિકારીએ અચાનક રાજીનામું આપતા સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. જે.કે. પટેલ ઉમિયાધામ સીદસરના ટ્રસ્ટી છે. રાજકોટ અથવા સૌરાષ્ટ્રની કોઈ પણ બેઠક પરથી જે.કે પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી શકે.


કડવા પાટીદાર સામાજિક ચહેરો ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ. રાજકોટમાં પાટીદાર IAS ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ પણ જે કે પટેલ. સૌરાષ્ટ્રના કડવા પટીદારોની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જે કે પટેલ. આ પહેલા અનેક પાટીદાર અધિકારીઓ ભૂતકાળમાં ચુંટણી લડી ચુક્યા છે.


ગુજરાતમાં આ બેમાંથી એક પાટીદાર મહિલાને સોંપાશે મહિલા કોંગ્રેસની કમાન, બંને હાર્દિક પટેલની નજીક


અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ થઈ ગઈ છે.


આ રેસમાં પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ મોખરે હોવાનું મનાય છે. આ ઉપરાંત વંદનાબેન પટેલનું નામ પણ ચાલી રહ્યું છે. વંદના પટેલ કે ગીતા પટેલમાંથી કોઈ એક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનશે એવો સૂત્રોનો દાવો છે.


રાજકોટનાં ગાયત્રીબા વાઘેલા હાલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે પણ ઑક્ટોબર મહિનામાં જ ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. ગાયત્રીબાના સ્થાને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હાલ બે નામ ચર્ચામાં છે અને બંને પાટીદાર મહિલા છે.  


કોંગ્રેસનાં સૂત્રોના મતે વંદના પટેલ અને ગીતા પટેલના નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. સિનિયર મહિલા આગેવાનને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનું  પ્રમુખ પદ સોંપવાનો નિર્ણય થયો છે. આ કારણે વંદનાબેન પટેલ અને ગીતાબેન પટેલનાં નામ ચર્ચામાં છે.


રસપ્રદ વાત એ છે કે, વંદના પટેલ અને ગીતા પટેલ  બંને પાટીદાર અનમાત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા અને મૂળ મહેસાણાનાં છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયાં છે.


સૂત્રોના મતે, હાલમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે ગીતાબેન પટેલ પ્રબળ દાવેદાર છે. ગીતાબેન પટેલ કોંગ્રેસ સંગઠનમા સતત સક્રિય હોવાથી તેમના નામ પર મંજૂરીની મહોર મરાઈ શકે છે.