Uttarayan Festival 2023: ગાંધીનગરના મેયરે ઉત્તરાયણ પર્વની ઉજવણી પાલજ ગામમાં કરી. પાલેજ ગામ ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે. મેયર હિતેશ મકવાણાએ તેમની પત્ની અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક અને વોર્ડ 4ના કોર્પોરેટર અને ગ્રામજનો સાથે ઉજવણી કરી હતી. ઉજવણી પહેલા જરૂરિયાતમંદ લોકોને પતંગનું વિતરણ કર્યું હતું.
બીજી તરફ ગ્રામજનોએ ગુલાબની પાંદડીઓથી રોમા માણેક અને હિતેશ મકવાણાનું કર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાતના રાજકારણના આકાશમાં ભાજપનો પતંગ ઉચોને ઉચો જ ચગતો રહેશે અને ભાજપ પોતાના કામનું મૂલ્યાંકન કરશે તેવો વિશ્વાસ હિતેશ મકવાણાએ વ્યક્ત કર્યો. તો તેમના પત્ની રોમા માણેકે પતિ મેયર બન્યા હોવાથી સમય ઓછો આપે છે જેના કારણે મીઠો ઝઘડો થતો હોવાનું જણાવતા પોતે રાજકારણમાં નહિ આવે માત્ર પતિને સાથ આપશે તેવું જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ભગવાન જગન્નાથના શરણે
મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી બન્યા એ પહેલાથી જ તેમણે જગન્નાથ મંદિર પ્રત્યે વિશેષ લાગણી છે. તેમને જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ મંદિરે આવી દર્શન કરવા આવતા રહે છે. આ ઉપરાંત પરિવાર સાથે ગાય માતાનું પૂજન કરે છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મંગળા આરતી પણ કરે છે.
તો બીજી તરફ અમદાવાદ શહેરના વેજલુપરમાં અમિત શાહના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. ઢોલ નાગારા સાથે લોકોએ તૈયારી કરી છે. અમિત શાહને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગૃહમંત્રી ગુજરાતમાં હોવાથી ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે. એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી માટે લેવાશે નિર્ણય. સંગઠનના હોદ્દા પર રહેલી વ્યક્તિ ધારાસભ્ય બનતા ફેરફાર થશે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય બનેલા સંગઠનના હોદ્દેદારોના રાજીનામાં લેવાશે, તમને જણાવી દઈએ કે અનેક શહેર જિલ્લાનાં પ્રમુખ ઉપ પ્રમુખ મહામંત્રી ચૂંટણી લડ્યા હતા. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.
દાન પૂજા અને રંગીન પતંગો સાથે સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મ બળની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે. સમાજમાં યસ, પ્રતિષ્ઠા, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે, માટે જ મકરસંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે.