ગાંધીનગરઃરાજ્યના ચાર મોટા શહેરોના વિકાસ માટે 886 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારની સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અતંર્ગત શહેરોના વિકાસ માટે વર્ષે બજેટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત ચાર મહાનગરો સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર માટે 886 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.  આ યોજનામાં સુરતને 595.55 કરોડ, વડોદરા 230.72 કરોડ, જામનગર 34.69 કરોડ અને ભાવનગર 24.70 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.