ગાંધીનગર: ગુજરાતમાં આર્થિક પછાત અનામત (ઈબીસી) મામલે ગુંચવાડો સર્જાયો છે. સમગ્ર પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પડતર છે છતાં રાજ્‍ય સરકારે ગઈકાલે ઈબીસી સ્‍થગિત કરતો પરીપત્ર જાહેર કર્યા બાદ  ગણતરીની કલાકોમાં જ ફરી તે પરિપત્ર રદ કર્યો હતો. હવે સરકારે સરકારી ભરતી પ્રક્રિયા અટકાવવાની જાહેરાત કરી છે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આ નિર્ણય ઈબીસી ના ઉમેદવારો ને અન્યાય ન થયા તે માટે લીધો હોવાનો દાવો કર્યો છે. અને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ધ્યાનમાં રાખી ભરતી પ્રક્રિયામાં ઈબીસીના ઉમેદવારો પણ જોડાઇ શકે તેવો વચ્ચગાળા નો કાયદાકીય માર્ગે શોધવાની કવાયત હાથ ધરાશે.


નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં ૩ જજની પેનલ પાસે ઈબીસી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમનો નિર્ણય ઝડપથી આવે તે માટે સરકાર કાનૂની સલાહ લઈ રહી છે.

ઈબીસી મુજબ જેને શૈક્ષણિક ક્ષેત્રે એડમીશન મળી ગયા છે તે યથાવત રહેશે. સરકારી ભરતી પ્રક્રિયામાં હાલ બ્રેક રાખવામાં આવી છે.