આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 15 અને 16 ઓગષ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. બે દિવસ બાદ વરસાદમાં સામાન્ય ઘટાડો થશે પરંતુ પુનઃ વધુ વરસાદ આવશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે આગામી દિવસોમાં તેની તીવ્રતા વધશે. કચ્છ ઉપર પણ સીસ્ટમ સેટ થયેલી છે. જેના કારણે વ્યાપક વરસાદ વરસશે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ થયો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નર્મદા, સુરત-તાપી-જામનગર, રાજકોટમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરેંદ્રનગર-દાહોદ, આણંદ-મહિસાગર-પંચમહાલમાં અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, ડાંગ નવસારી, વલસાડ-દમણ-ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ડાંગ, નવસારી-ગીર સોમનાથ, દ્વારકા-સોમનાથ-જૂનાગઢ-મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા મહેસાણા-પાટણ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે જ્યારે દરિયામાં વરસાદ અને ભારે પવનના કારણે હાઈ ટાઇડ રહેશે. 45થી 65 કિમિની ઝડપે પવન ફૂંકાશે.
15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, વડોદરા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ગીર સોમનાથ, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે જ્યારે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, નર્મદા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, મોરબી, રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
16 ઓગસ્ટે દ્વારકા, પાટણ, બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ થશે. મહેસાણા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
17 ઓગસ્ટે બનાસકાંઠા, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે, મહેસાણા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે.
18 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો આજે ક્યાં પડી શકે છે વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2020 02:16 PM (IST)
આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 15 અને 16 ઓગષ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -