અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા જ દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. શાહ 29 ઓગસ્ટે અમદાવાદની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ પીડીપીયુના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. જેમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ ચર્ચા થઇ શકે છે.



આ ઉપરાંત આગામી સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમિત શાહ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત લેનારા છે. જેને લઇને નાનકડા સંઘ પ્રદેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહયા છે. જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી બાદ પ્રથમ વખત પ્રદેશમાં આવી રહેલા ગૃહ પ્રધાનને આવકારવા પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિમાચલના પૂરમાં ફસાઈ જાણીતી એક્ટ્રેસ, માત્ર 11 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કર્યું હતું ડેબ્યૂ, જાણો વિગત

સ્પોટ ફિક્સિંગ કેસમાં ક્રિકેટર શ્રીસંતને BCCIએ આપી મોટી રાહત, આજીવન પ્રતિબંધની સજા ઘટાડીને કરી સાત વર્ષ