ગાંધીનગર: મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. 

મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે.




વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 2017માં 3.23 કરોડ અને વર્ષ 2018માં 3.43 કરોડનો ખર્ચ થયો હતો.