રૂપાણી સરકારે સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગને વય મર્યાદામાં પાંચ વર્ષની આપી છૂટ
abpasmita.in
Updated at:
22 Feb 2019 07:52 PM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતની રૂપાણી સરકારે આર્થિક રીતે પછાત સવર્ણો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતનો લાભ આપ્યા બાદ વધુ એક મોટી રાહત આપી છે. ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીમાં ભરતી માટે ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે ઇબીસીના ઉમેદવારો 45 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરવાનો લાભ ઉઠાવી શકશે. આર્થિક રિતે પછાત ઉમેદવારો 40 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરી શકશે. આ માટે સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર સમક્ષ બિન અનામત વર્ગના લોકો તરફથી રજૂઆત કરવામાં આવતી હતી કે SC, STની જેમ બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઇએ. આ માટે અનામત આયોગે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે જો 10 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ આપવી જોઇએ. અનામત આયોગની ભલામણને ધ્યાનમાં રાખીને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્ધારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બિન અનામત વર્ગને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ નવો નિયમ સરકારની આવનારી જાહેરાતોમાંથી જ લાગુ કરાશે. નોંધનીય છે કે મોદી સરકાર દ્ધારા સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપવાના નિર્ણયનો ગુજરાતમાં અમલ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના 10 ટકા સવર્ણોના અનામતના ધોરણોમાંથી ફક્ત આઠ લાખ વાર્ષિક આવકના ધોરણોનો સ્વીકાર કર્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -