ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  હવામાન વિભાગે આગાહી કરી હતી કે ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગે 22 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે.


માછીમારોને દરિયો નહીં ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે. આગામી 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ ઉપરાંત 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે..જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.


હવામાન વિભાગના અનુસાર કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ફરી ગગડશે. લઘુત્તમ તાપમાન 3 થી 5 સુધી ડિગ્રી ઘટી જશે. તો આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે.  નલિયામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે  તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


 


Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા


ઓમિક્રોનના લો રિસ્ક અને હાઈરિસ્ક દર્દીને કેવી રીતે આપવાની રહેશે સારવાર? આરોગ્ય વિભાગે આપી મોટી માહિતી


બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....


માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો