ગાંધીનગર: ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે. આગામી ચાર દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કુલ ચાર દિવસ હળવાથી લઈને ભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. જેથી બુધવારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લો તથા દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુરૂવારે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં આજે અને મંગળવારે હળવા વરસાદની હવામાન વિભાગે દ્વારા આગાહી કરવામા આવી છે. મહત્વની વાત એ છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 30 ટકા વરસાદ નોંધાયો છે.
- 13 જુલાઈએ ખેડા, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
- 14 જુલાઈએ આણંદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
- 15 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી
આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગની આગાહી, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2020 09:33 AM (IST)
આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -