હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સામાન્યથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 29 ઓગસ્ટે ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
આ ઉપરાંત 30 ઓગસ્ટે કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
કઈ તારીખે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ તુટી પડશે? કેમ પડી રહ્યો છે ભારે વરસાદ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 10:08 AM (IST)
હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -