C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2020 10:28 AM (IST)
નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરવા બદલ પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યવાહી કરી.
અમદાવાદઃ સી.આર. પાટીલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ સંભાળતા જ કડક પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને કાર્યકર્તાઓની વાત કમલમમાં બેસીને સાંભળવાનો આદેશ કર્યા બાદ હવે તેમણે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. સીઆર પાટીલ દ્વારા વિવિધ જિલ્લામાંથી કુલ 38 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.