અમદાવાદ: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. 5 અને 6 તારીખે દક્ષિણ ગુજરાત જ્યારે 7 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હાલ અલગ-અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરના પગલે સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં 5થી 7 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરના પગલે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. 5 તારીખે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્રણ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં છે. ત્યારે બંગાળની ખાડીમાં મંગળવારથી લો-પ્રેશર સક્રિય થવાથી 4થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
4થી 7 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 6 અને 7 ઓગસ્ટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના છે. આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં 4 ઓગસ્ટે લો-પ્રેશર સક્રિય થશે તેની સાથે હાલમાં મોનસૂન ટ્રફ પણ નોર્મલ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબૂત બનશે.
ગુજરાતમાં કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2020 09:12 AM (IST)
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. 5 અને 6 તારીખે દક્ષિણ ગુજરાત જ્યારે 7 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -