સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1379 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં કોરોના વિકરાળ બન્યો છે. તો આવો આપણે આ પાંચ જિલ્લાની વિગતે ચર્ચા કરીએ.....

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં કોરોના વિકરાળ બન્યો છે. કુલ કેસના 68 ટકા કેસ માત્ર આ પાંચ જિલ્લામાં નોંધાયેલા છે. રાજ્યના કુલ 1 લાખ 19 હજાર 88 કેસ પૈકી 81 હજાર 690 કેસ આ પાંચ જિલ્લામાં નોંધાયા છે.

અમદાવાદમાં હાલ 4038 કોરોનાના એક્ટિવ કેસ છે જ્યારે 1772 દર્દીઓનાં કોરોનાથી મૃત્યુ થયેલા છે.

સુરતમાં હાલ કોરોનાના 2564 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 711 દર્દીઓનાં મો નિપજેલા છે.

રાજકોટમાં હાલ કોરોનાના 1905 એકટિવ કેસ છે જ્યારે 117 દર્દીઓના અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ થયેલા છે.

વડાદરોમાં અત્યારે કોરોનાથી 1510 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 157 દર્દીઓના મોત નિપજેલ છે.

જામનગરમાં હાલ કોરોનાથી હાહાકાર મચી ગયો છે. હાલ કોરોનાના 327 એક્ટિવ કેસ છે જ્યારે 34 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજેલ છે.