Mango Festival: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નેશનલ મેંગો ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના ખુણે ખુણેથી અનેક પ્રકારની કેરીઓ એક જ જગ્યાએ ચાખવા મળશે. આ પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલ મેંગો ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાવ્યું. દેશભરમાં ઉત્પાદિત થતી કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ મેંગો ફેસ્ટિવલ ચાલશે. મળતી માહિતી પ્રમાણે અહીં 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 100 પ્રકારની કેરીઓની જાતો જોવા મળશે.
દેશના અલગ અલગ રાજ્યોની કેરીઓ અને તેની ખાસિયત અને કિંમત
તમિલનાડુ
તોતાપુરી
ડીડીકલ જિલ્લામાં ઉત્પાદન.
50 રૂપિયે કિલો.
આંધ્રપ્રદેશ
બદામ
દામાચુ વિસ્તાર
100 રૂપિયે કિલો.
કેરલા.
કેરલા હાફૂસ
પાલેકટ
2 ડઝન
800 ભાવ
કર્ણાટક
બદામ હાફૂસ
800 2 ડઝન
રાજસ્થાન
બાસવાડા
રાજસ્થાન કેસર
દશેરી
લગડા
મલ્લિકા
150 રૂપિયે કિલો
બિહાર
જરદાલું
મોતિહારી
130 રૂપિયે કિલો
પશ્ચિમ બંગાળ
હિંમસાગર
મલ્લા
200 રૂપિયે કિલો.
ઉત્તર પ્રદેશ
દશહરી
લખનૌવ
55 થી 60 રૂપિયા
રાજ્યમાં પવનગતિમાં વધારો થશે
Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ રાજ્યમાં પવનગતિમાં વધારો થશે. હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે. તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.
મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ
આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર છે.