ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને શું કારણ છે, તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ ઓએનજીસી વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હોવાથી ઓએનજીસીના અધિકારી ઘટનાસ્થળે તપાસ માટે દોડી આવ્યા હતા.
ONGCના અધિકારી તપાસ માટે પહોંચતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે કાર કોર્ડન કરીને તેમને માંડ માંડ ત્યાંથી બહાર કાઢ્યા હતા. ONGCના અધિકારીને બ્લાસ્ટ કેવી રીતે થયું તેવું પૂછવાનો પ્રયાસ કરતાં તેમણે નનૈયો ભણ્યો હતો. એટલું જ નહીં, તેઓ જવાબ દેવાને બદલે ભાગી રહ્યા છે.
સ્થાનિકોના દાવા મુજબ, ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થથાં બે લોકો દટાઇ ગયા હતા. જેમાથી એક વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયા હોવાનું લોકોનું અનુમાન છે. સવારે 7.45 વાગ્યે બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી થયા હતા. જેમાં પરિવારના 5થી 6 લોકો દટાયા હતા. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
સ્થાનિકોના દાવા મુજબ, ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાઇ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કાટમાળમાં દટાયેલા એક વ્યકિતની શોધખોળ હાલ ચાલુ છે. ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
કાટમાળમાં દટાયેલા એક વ્યકિતની શોધખોળ હાલ ચાલુ છે. ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ધડાકા થયા હતા. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયા હોવાનું લોકોનું અનુમાન છે.
કલોલના બ્લાસ્ટમાં એકનું મોત, ક્યા સરકારી અધિકારી પર લોકો ભડકતાં પોલીસે કોર્ડન કરીને માંડ માંડ બહાર કાઢ્યા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Dec 2020 11:09 AM (IST)
ONGCના અધિકારી તપાસ માટે પહોંચતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે કાર કોર્ડન કરીને તેમને માંડ માંડ ત્યાંથી બહાર કાઢ્યા હતા. ONGCના અધિકારીને બ્લાસ્ટ કેવી રીતે થયું તેવું પૂછવાનો પ્રયાસ કરતાં તેમણે નનૈયો ભણ્યો હતો.
તસવીરઃ કલોલ ખાતે ONGCના અધિકારી તપાસ માટે પહોંચતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે કાર કોર્ડન કરીને તેમને માંડ માંડ ત્યાંથી બહાર કાઢ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -