હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવતાં બચી શક્યા નથી. તેવામાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કંપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે શંકાસ્પદ જણાતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. કોરોનાના લક્ષણો જણાંતા રિપોર્ટ કરાવ્યો હતો જેમાં પોઝટિવ આવ્યો હતો.
રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય બાદ કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત જિલ્લામાં વધુ નવ કેસ નોંધાયાં હતાં જેને પગલે કુલ આંક 1028 પર પહોંચી ગયો છે.
કંપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને કોરોના થયો છે. ગઇકાલે શંકાસ્પદ જણાતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોરોનાના લક્ષણોને લઇને રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ધારાસભ્યનો રિપોર્ટો પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર વિસ્તારને કન્ટેઈનમેન્ટ જાહેર કરીને મકાનને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના કયા વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 09:18 AM (IST)
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવતાં બચી શક્યા નથી. તેવામાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કંપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -