ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ફેક્ટરી માલિકની લોખંડની પાઈપના 35 ફટકા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. પરપ્રાતિય મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બાકી પગારના 2 હજાર રૂપિયા અને માલિકના અસભ્યવર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે. જો કે પોલીસે હત્યા અંગે કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
દહેગામમાં PVC પાઈપની ફેક્ટરી ધરાવતા અને બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં રહેતા ગૌતમ પટેલની કરપીણ હત્યા કરનાર મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. 8 જુલાઈના રોજ ફેકટરીમાં કામકાજ કરતા ગૌતમ પટેલની તેમના જ મજૂર અખિલેશ બિહારીએ માથામાં ઉપરા છાપરી 35 ફટકા મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધરે ક્રાઇમ બ્રાંચે બિહારથી અખિલેશની ધરપકડ કરી હત્યા અંગે પુછપરછ કરતા પગારના બે હજાર રૂપિયા અને માલિક અસભ્યવર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે.
આરોપી અખિલેશ બિહારી માલિક હત્યા કર્યા બાદ ડ્રોવરમાંથી 60 હજાર રૂપિયા રોકડ અને મૃતકના મોબાઇલ ચોરી કરી નાસી ગયો હતો. ફેક્ટરી માલિક ક્રૂર હત્યા અંજામ આપ્યા બાદ આરોપી મજૂર અખિલેશ બિહાર ભાંગી ગયો હતો ત્યાં છુપાતો ફરતો હતો.
ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં અમદાવાદમાં તંત્ર થયું એલર્ટ
ભારતમાં ઓમીક્રોનના કેસ નોંધાતા AMC સતર્ક બન્યું છે. શહેરમાં અલગ અલગ 30 ડોમ નવા શરૂ કરવામાં આવ્યા છે. એક જ ડોમમાં વેકસીન અને કોરોનાના ટેસ્ટિંગની કામગીરી એક સાથે શરૂ કરવામાં આવી છે. શહેરમાં 5.5 લાખ નાગરિકોને વેકસીનનો બીજો ડોઝ બાકી છે. વેકસીનનો ડોઝ લેતા નાગરિકોના પહેલા કોરોના ટેસ્ટ બાદ વેકસીન અપાઈ રહી છે. એક ઝોનમાં ચાર એમ સાત ઝોનમાં કુલ 30 ડોમ ઉભા કરવામાં આવ્યા છે.
દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 9 હજાર 216 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 391 લોકો મૃત્યુ પામ્યા હતા. મોટી વાત એ છે કે ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બે લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.