ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સોમવાર સાંજે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જે આજથી આગુ થશે. ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નાગરિકોને માસ્ક સરળતાએ મળે તે માટે N-95 અને ત્રિપલ લેયર માસ્કનું ગુજરાતમાં અમૂલ પાર્લર પરથી વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવશે.
જે વ્યકિતઓને N-95 કે ત્રિપલ લેયર માસ્ક પોતાના ઉપયોગ માટે ખરીદવા હોય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાર્લર ઉપરથી તે મળી શકશે. પ્રથમ તબક્કે અમદાવાદ મહાનગરમાં તેનું વેચાણ શરૂ કરાયા બાદ ક્રમશ: સમગ્ર રાજ્યમાં અમૂલ પાર્લર પરથી આવા માસ્કનું વેચાણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આવા માસ્કની કિંમત પણ N-95 માટે રૂ. 65 પ્રતિ માસ્ક અને ત્રિપલ લેયર માસ્ક માટે પ્રતિ માસ્ક રૂ. 5ની રાખવામાં આવી છે.