લોકડાઉનને લઈને CM વિજય રૂપાણી સહિત નેતાઓની હાઈ લેવલ બેઠક, આજે સાંજે થશે મહત્વની જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 May 2020 02:41 PM (IST)
સમગ્ર ગુજરાતમા કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું હતું જોકે આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી હતી
સમગ્ર ગુજરાતમા કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું હતું જોકે આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું કે, આજે સાંજે હાઈ પાવર બેઠક મળશે. ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આજે સાંજે હાઈ પાવરની બેઠક મળવાની છે. તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લોકડાઉનના નિયમો નક્કી કરવામાં આવશે. જેને લઈને સાંજે 5 વાગે મહત્વની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં ઘણાં ધંધાઓને છૂટ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ યોજી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું તે પ્રમાણે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ પોતાના પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.