ગુજરાતના સરહદી વિસ્તારના ખેડૂતો માટે કોરોનાની વચ્ચે ચિંતાજનક સમાચાર આવ્યા છે. UNની કૃષિ સંસ્થા FAOએ તીડને લઈને એલર્ટ આપ્યું છે. ગુજરાતના સરહદી વિસ્તારમાં રણતીડ આક્રમણ કરી શકે છે. ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર 13મી પછી તીડ આક્રમણ કરી શકે છે. જ્યારે કચ્છ બોર્ડર પર 22 જૂન આસપાસ તીડ આક્રમણની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે પણ આ સરહદી વિસ્તારોમાં તીડનું આક્રમણ થયું હતું અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે હવે ફરીથી તીડના આક્રમણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. લોકડાઉનને કારણે ખેડૂતો પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયા છે.