LokSabha Election 2024: ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે સાણંદ બાદ કલોલમાં પણ રોડ શો કર્યો હતો. રોડ શોના રૂટમાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા. કલોલમાં અમિત શાહના રથ પર નીતિન પટેલ સવાર થયા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે અમિત શાહની 10 લાખ મતથી જીત નિશ્ચિત છે. ભાજપ 26માંથી 26 બેઠક પર જીતશે.
એબીપી અસ્મિતા સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં અમિત શાહે કહ્યું હતુ કે 2024માં ભાજપ 400 પાર થશે. સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચંડ લહેર છે. 2047માં પૂર્ણ વિકસિત ભારત બનાવવાનું લક્ષ્યાંક છે. પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં મોદી લહેર છે. અમિત શાહે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જય શ્રી રામના નારા સાથે કલોલ શહેર ગૂંજ્યુ હતું. નરેન્દ્ર મોદીને ફરીથી વિજય બનાવો.
બીજી તરફ નવસારીમાં સી.આર પાટીલનો મેગા રોડ શો યોજાયો હતો. સી.આર પાટીલની સાથે મુખ્યમંત્રી રોડ શોમાં જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત અને નવસારી શહેર-જિલ્લાના ધારાસભ્યો જોડાયા હતા. તે સિવાય સુરત, નવસારી જિલ્લાના હોદ્દેદારો જોડાયા હતા. સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ રોડ શોમાં જોડાયા હતા. નવસારીમાં ચાર કિલોમીટર લાંબો પાટીલનો રોડ શો યોજાયો હતો.