ગાંધીનગરઃ ટેકનોલોજીના સહારે એક આશાસ્પદ યુવાનની આત્મહત્યાને એલઆરડી ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ અને ગાંધીનગર સ્થિત જીવન આસ્થા હેલ્પ લાઈનની ટીમે અટકાવી. ટેકનોલોજી, જીવન આસ્થા હેલ્પ લાઈન અને એલઆરડી ભરતી બોર્ડ અધ્યક્ષની સુજબૂઝે એક યુવાનનો જીવ બચાવ્યો. હાલમા જ લેવાયેલ એલઆરડી લોક રક્ષક ભરતી પરીક્ષામાં ઓછા માર્ક મળતા નાસીપાસ યુવાને આત્મહત્યાનું પગલું ભરવાનું વિચાર્યું.


એલઆરડી ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલને ટ્વીટ કરીને યુવાને પોતાને એલઆરડી પરીક્ષામાં ઓછા માર્ક મળ્યા હોવાથી આત્મહત્યા કરવાની વાત મૂકી. એલઆરડી ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ આ બાબતની જાણ ગાંધીનગર સ્થિત જીવન આસ્થા હેલ્પ લાઈનને કરી. જીવન આસ્થા હેલ્પ લાઈનની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે યુવાન નો પત્તો લગાવ્યો. જીવન આસ્થાની ટિમ યુવાન સુધી પહોંચી અને તેને આત્મહત્યા કરતા અટકાવ્યો. જીવન આસ્થાની ટીમે યુવાનમુ કાઉસેલિંગ કરી ને તેને જીવન ટૂંકાવતા અટકાવાયો.


Kheda: 7 વર્ષીય તાન્યા હત્યા કેસમાં મિત પટેલ સાથે તેની માતા અને ભાઈને કોર્ટે ઠેરવ્ય કસૂરવાર, ટૂંક સમયમાં સજાનું થશે એલાન
ખેડાઃ  સાત વર્ષની તાન્યા પટેલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી મિત પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. મિત પટેલ સાથે તેની માતા જિગીષા પટેલ અને તેના ભાઈ ધ્રુવ પટેલને કસૂરવાર ઠેરવ્યા છે. એક કલાક બાદ નડિયાદ કોર્ટ સજા સંભળાવશે.


 નડિયાદના બહુચર્ચિત તાન્યા મર્ડર કેસનો આજે ચુકાદો આવવાનો છે.  18/9/2017ની સાંજે તાન્યાનું અપહરણ કરવામાં આવ્યું. 22/9/2017 તાન્યાને મોતને ઘાટ ઉતારવામાં આવી. સાત વર્ષની તાન્યા રહેતી હતી તેના દાદી સાથે નડિયાદમાં.  તાન્યાના માતા-પિતા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડનમાં રહેતા હતા. સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સોએ સાથે મળી કર્યું હતું તાન્યાનું અપહરણનું કાવતરું ઘડ્યું હતું.  પૈસાની લાલચમાં કાવતરું કર્યું હતું.


ઘરની બહાર રમતી તાન્યાને ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું. અપહરણ કર્યા બાદ તાન્યા ને લઈ જવામાં આવી આણંદના સંખયાળ ગામ નજીક.  તાન્યાની  શોધખોળમાં જિલ્લાની તમામ પોલીસ લાગી ગઈ હતી. આરોપીઓને ખબર પડતા જ ઉતારાઈ તાન્યાને મોતને ઘાટ. મોતને ઘાટ ઉતારી તાન્યાને ફેંકી દેવામાં આવી મહિસાગરની નદીમાં. મહીસાગરના વહેણમાં તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના સંખયાળ ગામે પહોંચ્યો હતો. તાન્યાનો મૃતદેહ મળ્યો ત્યારે તાન્યા ના શરીરના અંગો કાપવામાં આવ્યા હતા. તાન્યાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસના ધમધમાટની ગતિ વધારી હતી. અંતે પોલીસે સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી.


તાન્યા પટેલની હત્યા તેના ઘેરથી ત્રીજા ઘેર રહેતા બે સગા ભાઈ મિત અને ધ્રુવ પટેલે કરી હતી. આ બંને ભાઈઓની માતા જિગીષા પટેલે પણ આ અપરાધમાં ભાગીદાર હતી. નડીયાદ પશ્ચિમ પોલીસે તાન્યા પટેલની હત્યાના કેસમાં તમામ બાબતોની ચકાસણી કરી આરોપી ભાઈઓ મિત પટેલ, ધ્રુવ પટેલ અને તેની માતા જિગીષા પટેલની ધરપકડ કરી હતી.