લોક રક્ષક દળ- LRDની આન્સર કી અંગે ઉભા થયેલા વિવાદ અંગે LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પત્રકાર પરિષદ કરી  LRD પરીક્ષાની ફાઇનલ આન્સર-કીમાં ફેરફાર અંગે મોટા સમાચાર આપ્યા છે. હસમુખ પટેલે કહ્યું કે LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી ના વાંધાઓ આવ્યા હતા જે મુદ્દે બોર્ડ બેઠકમાં ચર્ચા થઈ છે.ફાઇનલ આન્સર-કી બાદ પણ લેખિત વાંધાઓ અમે સ્વીકાર્યા છે. ગઈ કાલે અને આજે પણ આ અંગે સમીક્ષા કરી છે.


હસમુખ પટેલે કહ્યું કે સમીક્ષા અંતે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે અગાઉ ફાઇનલ આન્સર-કી મૂકી છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે 27 એપ્રિલે 2022 ની આન્સર-કીમાં  કોઈ ફેરફાર નહિ કરવામાં આવે. ભરતી બોર્ડ એ અલગ અલગ સોર્સને ધ્યાને રાખી ને જ ફાઇનલ આન્સર-કી મૂકી છે. આ સાથે જ તેમણે કહ્યું કે લોક રક્ષક દળ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટનું  વેરીફેક્શન માટેનું રિઝલ્ટ  PSIના ડોક્યુમેન્ટ વેરીફેક્શન બાદ  જાહેર કરવામા આવશે.


8 પ્રશ્નોમાં વિસંગતતા ઉભી થઇ હતી 
LRD ભરતીની લેખિત પરીક્ષામાં આઠ પ્રશ્નોમાં વિસંગતતા ઉભી થઇ હતી. આ મામલે  દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.ઉમેદવારોની રજૂઆતના પગલે ભરતી બોર્ડે કહ્યું હતું કે જો જરૂર જણાશે તો ફાઇનલ આન્સર-કીમાં સુધારો કરીશું. ગઈકાલે 6 મેં એ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું હતું કે ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલી વાંધા અરજીઓ પર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આન્સર કીમાં ફેરફાર કરવાનો છે કે નહીં તેનો આખરી નિર્ણય લેવામાં આવશે. 


પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભૂકંપ, 80થી વધુ મકાનો ધરાશાયી
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 5.2-ની તીવ્રતાના ભૂકંપમાં ખુજદાર જિલ્લામાં ઓછામાં ઓછા 80 મકાનો ધરાશાયી થયા હતા, જેના કારણે 200 થી વધુ પરિવારો બેઘર થઈ ગયા હતા, મીડિયા અહેવાલોએ શનિવારે જણાવ્યું હતું. ડૉન અખબારે અહેવાલ આપ્યો છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઔરંજીની નજીક સ્થિત હતું અને શુક્રવારે સવારે 11.55 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો.