ગાંધીનગરઃ એલઆરડી (લોક રક્ષક દળ)ની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ વિવાદમાં રહી છે. હાલમાં અનામત અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે અચાનક સરકારે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન IPS વિકાસ સહાયની બદલી કરી દીધી હતી.


મંગળવારે રાજ્યના ગૃહ વિભાગે 1989 ગુજરાત બેચના આઈપીએસ વિકાસ સહાયની પોલીસ ટ્રેનિંગના ADGP તરીકે નિમણૂંક કરી હતી. વિકાસ સહાય હાલમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના 1-08-2018ના પરિપત્રથી ભારે વિવાદ સર્જાયો હતો. આ પરિપત્રને કારણે અનામત વર્ગની મહિલાઓ અને બિન અનામત વર્ગની મહિલાઓ સામ-સામે આંદોલન કર્યું હતું. જે મુદ્દે સરકારે બેઠક કરીને અગાઉનો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભરતીની સંખ્યામાં વધારો કર્યો હતો. તેમ છતાં પણ ઉમેદાવારોનું આંદોલન પૂર્ણ ન થયું અને તેમનો વિરોધ ચાલી રાખ્યો છે.