ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યના ભાઈ ભાભીની ખબર પૂછવા ગયા ને કોરોનાનો ચેપ લાગતાં ગુજરી ગયા ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2020 10:03 AM (IST)
અરવિંદ પટેલ એક મહિના અગાઉ જ તેમના નાના ભાઇના પત્નીના ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. બાદમાં કોરોનાના કારણે તેમનું નિધન થયું હતું.
NEXT
PREV
ગાંધીનગરઃ અમેરિકામાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના પિતરાઈ ભાઈ અરવિંદ પટેલનું ન્યૂજર્સીમાં કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. અરવિંદ પટેલ એક મહિના અગાઉ જ તેમના નાના ભાઇના પત્નીના ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. બાદમાં કોરોનાના કારણે તેમનું નિધન થયું હતું.
મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશભાઈ પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે. જ્યાં તેમનો 300 સભ્યોનો પરિવાર બિઝનેસ સાથે સંકળાયેલો છે. સુરેશભાઈ પટેલના કાકાના દીકરા અરવિંદભાઈ પટેલ એક મહિના અગાઉ અમેરિકા ગયા હતા.
વાસ્તવમાં અરવિંદભાઇના નાના ભાઇના પત્નીને કેન્સર હોવાથી તેમના ખબર અંતર પૂછવા ગયા હતા. થોડા સમય રોકાયા ત્યાં તેમને ખાંસી અને શરદીની સમસ્યા થઇ હતી. જ્યાં તેમનો ટેસ્ટ કરાવાતા કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. બાદમાં તેમણે ગઇકાલે ન્યૂજર્સીમા અંતિમ શ્વાસ લીધા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -