ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો એક જિલ્લો કોરોનામુક્ત થયો છે. મોરબી જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા હતા. અગાઉ એક દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગઈ કાલે એક વ્યક્તિએ કોરોનાને મ્હાત આપતાં મોરબી જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ, ડાંગ, નવસારી અને મોરબી જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આમ, સૌરાષ્ટ્રમાં એક માત્ર મોરબી જિલ્લો કોરોનામુક્ત છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં બે જિલ્લા કોરોનામુક્ત છે. અત્યાર સુધી તાપી જિલ્લો પણ કોરોનામુક્ત હતો, પરંતુ ગઈ કાલે એક કેસ નોંધાતા તાપી જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે.

તાપી જિલ્લો અગાઉ બે દર્દીઓ સ્વસ્થ થતાં કોરોનામુક્ત બન્યો હતો. જોકે, ગઈ કાલે એક કેસ પોઝિટિવ આવતા ફરી કોરોનાગ્રસ્ત બન્યો છે.