અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર યોજવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભામાં CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. સત્ર દરમિયાન  કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચેઈન સ્નેચિંગ દરમિયાન પાંચ વર્ષમાં નાગરિકોને થયેલી ઇજા અને ગંભીર ઇજાના કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ હતું કે 30 જૂન 2019ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં ચેઇન સ્નેચિંગની 3131 ઘટના બની છે. જેમાં 3 લોકોનાં મોત પણ નિપજ્યા છે.


વધુમાં જાડેજાએ કહ્યું હતું કે, ચેઇન સ્નેચિંગની ઘટનાઓને રોકવા માટે ધાર્મિક સ્થળો, જાહેર માર્ગ, રેલવે સ્ટેશન, શાક માર્કેટ અને રેલવે સ્ટેશન સહિતના ભીડભાડવાળા વિસ્તારમાં  પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.  નાગરિકોને પણ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવે છે.