ગાંધીનગર: ગુજરાતની અજાયબી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટેની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે જેથી હવે પ્રવાસીઓ તેની પોતાની ટીકિટ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે અને તેની પ્રિન્ટ કર્યાં વગર તેઓ ક્યું આર કોડ દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા જઈ શકશે.
મહત્વની વાત એ છે કે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહીંયા આવતાં પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પાડે તે માટે અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિભાગ દ્વારા મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે અને આ મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કર્યાં બાદ તેમાંથી જે તે સમય અને જે તે તારીખે જવું હોય તે દિવસનું બુકિંગ કરાવ્યા બાદ ક્યુંઆરકોડ આવશે.
એટલે કે પ્રવાસીઓએ પોતાની ટીકિટ બુક થઈ જાય છે. તેની પ્રિન્ટ કાઢવાની જરૂર નથી અને ક્યુંઆરકોડ સ્કેન કરાયેલું જોવા મળી શકશે. જેથી હવે પ્રવાસીઓને કોઈપણ જાતની લાંબી લાઈનમાં ઉભા રહ્યા વગર જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવાની ટીકિટ મળી શકશે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે હવે પ્રવાસીઓને લાંબી લાઈનમાં ઉભું રહેવું નહીં પડે, કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jan 2020 09:05 AM (IST)
ગુજરાતની અજાયબી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટેની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે જેથી હવે પ્રવાસીઓ તેની પોતાની ટીકિટ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -