ગાંધીનગરઃ ગુજરાતી માધ્યમમાં નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. હવે નીટની પરીક્ષા ગુજરાતીમાં પણ લેવામાં આવશે. શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચૂડાસમાએ વાલીઓને આ ખાતરી આપી હતી. પણ નીટ અને ગુજસેટના ગુણભારને લઈને વાલીઓને ફરીથી નિરાશા સાંપડી છે. સોમવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આોગ્યમંત્રી શંકર ચૌધરીની અધ્યક્ષતામાં વાલી પ્રતિનિધીઓની બેઠક યોજાઇ. જેમાં વાલીઓએ નીટ અન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા પદ્ધતિને લઇ પોતાની વ્યસ્થા વ્યક્ત કરી. જેમાં પ્રોરેટા અને મેડિકલમાં પ્રવેશ માટે ગુજસેટના 60 ટકા અને નીટના 40 ટકા ગુણભાર કરવાની માગ કરી હતી. પણ આ માંગ નકારી દેવામાં આવી છે. જોકે સૂત્રોનું માનીએ તો રાજ્ય સરકાર ગુજરાતીમાં નીટ આપનાર વિદ્યાર્થીઓ રાજ્યની બહાર પણ પ્રવેશ મેળવી શકે તે માટેના પ્રયાસ કરી રહી છે. જે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર ગણી શકાય.