ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો પણ 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકો માટે મોટી રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ એક લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનનો દર 84 ટકાને પાર થઈ ગયો છે.
ગઈ કાલે 1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત-4, ભાવનગર- 1, ભાવનગર કોર્પોરેશન- 2, ગાંધીનગર - 3, ભાવનગર -1 , રાજકોટ કોર્પોરેશન-1, સુરત કોર્પોરેશન-1 અને જૂનાગઢમાં 1ના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં -181, સુરતમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 161, રાજકોટ કોર્પોરેશન - 104, જામનગર કોર્પોરેશન - 105, સુરત-102, વડોદરા કોર્પોરેશન- 98, મહેસાણામાં - 53, રાજકોટ-60, વડોદરા- 42, કચ્છ- 35, પંચમહાલમાં 39, ભાવનગર કોર્પોરેશન -28, બનાસકાંઠા-27, અમરેલીમાં-24,
જામનગરમાં 24 નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1204 દર્દીઓ સાજા થયા હતા અને 60, 687 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 38, 00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.14 ટકા છે.
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના લોકો માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2020 08:26 AM (IST)
ગઈ કાલે 1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -