Gandhinagar: રાજ્યમાં વધુ એક પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જેટકો દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. રાજકોટ, ભરૂચ અને મહેસાણા સેન્ટરમાં લેવાયેલી પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે તપાસ કમિટી રચવામાં આવી હતી. પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. આ સેન્ટરમાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજાશે.


પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી.



GETCO Exam Cancel: રાજ્યમાં વધુ એક પરીક્ષા રદ્દ, વિદ્યુત સહાયકની પરીક્ષા આ કારણે કરવામાં આવી રદ્દ


20 નવેમ્બરનાં રોજ ધોળાજીનાં યુવકે જૂનાગઢમાં લેવાયેલી જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયો હોવાનો સંકેત મકવાણાએ આક્ષેપ કર્યો હતો.ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.  તેમજ પરીક્ષાને લઈ યુવક દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમજ અગાઉ પણ યુવકે જેટકો વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા. 


Education Loan Information:

Calculate Education Loan EMI