Gujarat Corona Updates: ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોઁધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બન્ને ગૃહિણીઓએ વેક્સીનના બે ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે હાલ બંન્ને મહિલાઓને કરાઈ હોમ આઈસોલેટ કરવામાં આવી છે.


ભારતમાં કોરોનાના નવા વેરીએન્ટ તથા કેરળ અને ઉતરપ્રદેશમાં પાંચના મોત બાદ હવે ચિંતા વધવા લાગી છે તે સમયે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓના ટેકનીકલ લીડે પણ શ્વાસ સંબંધી બિમારીઓ પર એલર્ટ આપ્યુ છે તથા કોરોનાના નવા વેરીઅન્ટ અંગે પણ વિશ્વના દેશોને એલર્ટ કર્યા છે તથા તકેદારી વધારવા માટે પણ સલાહ આપી છે.આ માટે સોશિયલ મીડીયા પર એક વીડિયો અપલોડ કરીને તેમણે આ પ્રકારની બિમારી ફેલાવા માટેના કારણ પણ દર્શાવ્યા હતા.



તેઓએ કહ્યું કે કોરોના ઉપરાંત વાયરલ ફલુ રીનો વાયરલ માઈક્રોપ્લાઝા ન્યુમોનિયા જેવી બિમારી તથા વધી રહી છે. કોરોનાનો પુરોગામી સાર્સ-કોવ-2 સતત અપડેટ થઈ રહ્યા છે. જેના કારણે શ્વાસ સંબંધી બિમારીઓ વધશે તથા હવે રજાનો માહોલ આપવાથી આ પ્રકારની સ્થિતિ વધી શકે છે. ઠંડીના કારણે લોકોના ઘરમાં બારી દરવાજા બંધ રહેવાથી તેને વેરીએન્ટની પણ સમસ્યા રહે છે જે આ બિમારીને ફેલાવાની શકયતા વધારે છે. હાલ કોરોનાના 68% કેસ આ નવા સબ વેરીએન્ટના છે તથા ફરી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ જેવા ઉપાયોની આવશ્યકતા પડી શકે છે.


કોરોનાના કેસ વધતા કર્ણાટક સરકારે સોમવારથી 60 વર્ષથી વધુ વયના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવ્યું છે. શરદી, ઉધરસ અને તાવ તેમજ અન્ય રોગોથી પીડિતા લોકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી દિનેશ ગંડુરાવે કહ્યું કે, અધિકારીઓને આવા લક્ષણો, શંકાસ્પદ કેસ ધરાવતા લોકોનું પરીક્ષણ કરવા અને સરહદી જિલ્લાઓમાં દેખરેખ વધારવાની સૂચના આરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોની હિલચાલ તથા એકઠા થવા પર પ્રતિબંધની કોઈ જરૂર નથી.


અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, અમદાવાદમાં કરી શકે છે રોડ શો


આ ગુજરાતી ક્રિકેટરને લાગી લોટરી, પંજાબની ટીમે 11.75 કરોડમાં ખરીદ્યો