ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. વિજાપુર ખાતેના એક મહિલાનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદેશની  ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવનાર એક બહેન પોઝિટિવ આવ્યા છે. ઝિમ્બાવેથી આવેલ એક વ્યક્તિના સંપર્કમાં બહેન આવ્યા હતા. કોન્ટેકટ ટ્રેસિંગ કરતા ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિ નેગેટિવ જ્યારે કોન્ટેકટમા આવેલ બહેન પોઝિટિવ આવ્યા છે. 




વિજાપુરના પુલવાઈમાં ઓમિક્રોનનો કેસ સામે આવ્યો. પિલવાઇ ગામની મહિલાને ઓમિક્રોનનું નિદાન થતા તંત્ર થયું દોડતું. આ મહેલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી તેમ છતાં ઓમિક્રોનનું નિદાન થતાં આરોગ્ય વિભાગ થયું દોડતું. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો . મહિલાને વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે એડમીટ કરાઈ.





WHOના પ્રમુખે ઓમિક્રોન મુદ્દે ચેતાવણી આપતા કહ્યું કે,અત્યાર સુધીના વેરિયન્ટમાં સૌથી વધુ સંક્રામક છે ઓમિક્રો વેરિયન્ટ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વેરિયન્ટથી દેશમાં સંક્રમિતોની સંખ્યા 50થી વધુ થઇ ગઇ છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું કે, દુનિયાના મોટા ભાગના દેશોમાં હવે આ વેરિયન્ટ ફેલાઇ ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધાનોમએ કહ્યું કે. 77 દેશોમાં ઓમિક્રોનની પુષ્ટી થઇ છે.


 


તેમણે કહ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ અન્યવેરિયન્ટની તુલનામાં ઝડપથી ફેલાય છે. આ વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વેક્સિનની ભાગીદારી સામાન્ય ન હોવાને લઇને WHOના ચીફે કહ્યું કે, જો આપણે ભેદભાવને ખતમ કરી દઇશું તો કોવિડ મહામારીને પણ ખતમ કરી દઇશું. જો આપણે અસમાનતા ચાલુ રાખીશું તો તેનો અર્થ છે કે, મહામારીને પણ ઇજાજત આપીએ છીએ.

તેમણે કહ્યું કે, દરેક દેશોની વચ્ચે રસીકરણની સંખ્યામાં મોટું અંતર છે. 41 દેશ તો હજુ તેની જનસંખ્યાના 10 ટકા લોકોને પણ વેક્સિનેટ નથી કરી શક્યા. તો 98 દેશો 40 ટકા નથી પહોંચ્યાં. આપણે એક જ દેશમાં જનસંખ્યા સમૂહની વચ્ચે અસમાનતાને જોઇ રહ્યાં છીએ.આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ડબ્લ્યુએચઓ બૂસ્ટરના વિરોધમાં નથી પરંતુ આ અસમાનતાના વિરોધમાં છીએ. મુખ્ય ચિંતા દરેક દેશના લોકોનો જીવ બચાવવાની છે.