ગાંધીનગર: શહેરના પંચદેવ મંદિરમાં વીજ કરંટથી લાગવાથી દુર્ઘટના સર્જાઈ છે. સેક્ટર 22મા પંચદેવ મંદિરમાં 4 વ્યક્તિને વીજકરંટ લાગ્યો છે. ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી છે. તિર્થેશ ઉપાધ્યાય નામના યુવાનનું વીજકરંટ લાગતાં મૃત્યુ થયું છે. લોખંડના પોલ પર ખુલ્લા વાયરના સંપર્કથી દૂર્ઘટના સર્જાઈ હતી. પંચદેવ મંદીર ખાતે મંડપ બાંધતી વખતે કરંટ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. 


પોલીસ જવાને વેપારીનું અપહરણ કરી 55 લાખ રૂપિયાની કરી લૂંટ



Ahmedabad:  અમદાવાદમાં પોલીસ કર્મચારીએ જ વેપારીનું અપહરણ કરી 55 લાખની લૂંટ ચલાવ્યાના આરોપ લાગતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, ગોલ્ડન ટ્રિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક સંજયભાઇ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આકાશ પટેલ અને તેના ચાર સાગરીતોએ અપહરણ કરી 55 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આકાશ પટેલ વિરુદ્ધ અપહણ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.  આકાશ પટેલ હાલમાં ફરાર છે. આ કેસમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

Gandhinagar: આ પ્રખ્યાત મહાદેવ મંદિરમાં વીજ કરંટ લાગતા 1નું મોત, 3ની હાલત ગંભીર


પોતાની ફરિયાદમાં સંજયભાઇ પટેલે કહ્યું હતું કે 18 ઓગસ્ટના રોજ આકાશ પટેલ સહિત ચાર લોકોએ તેમનું અપહરણ કર્યું હતું અને ધમકી આપીને 55 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે બાદમાં આકાશ પટેલે 30 લાખ રૂપિયા પરત કર્યા હતા જ્યારે 25 લાખ રૂપિયા પાછા આપ્યા નહોતા. સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કર્મી આકાશ પટેલ અને તેના ચાર સાગરીતો સામે સોલા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો. અગાઉ પણ આકાશ પટેલ સામે દિનેશ ઠક્કર નામના વેપારીએ આનંદનગર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. આકાશ પટેલે અગાઉ દિનેશ ઠક્કર પાસેથી કારની લે વેચના નામે રૂપિયા પડાવ્યા હતા. બીજી તરફ સુરતમાં પણ યુવકોને માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  પુણા વિસ્તારમાં 3 યુવકને માર મારવાના કેસમાં પુણા PSI એ.કે.પટેલને સસ્પેન્ડ કરાયા હતા. આ કેસની તપાસ સારોલી પીઆઇ દેસાઇને સોંપવામાં આવી છે. પીએસઆઇ એ.કે.પટેલ ઘટના વખતે પોઇન્ટ પર હાજર હતા. પુણા પોલીસના જે 8 કર્મચારીઓએ ત્રણ યુવકોને માર માર્યો હતો તેઓના નામો હજુ સુધી સામે આવ્યા નથી. આઠ પોલીસ કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા હોય એવું હાલમાં લાગી રહ્યું છે.       



પોલીસે એફઆઈઆરમાં પણ પોલીસકર્મીના નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. માધવબાગની સામે વ્રજ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ જાજુ અને તેનો ભાઈ કૌશલ સરદાર માર્કેટથી સર્વિસ રોડ પરથી ઇન્ટરસીટી ખાડી પુલ પાસેથી પસાર થતા હતા તે વખતે પોલીસે અટકાવી માર માર્યો હતો. ઉપરાંત મોબાઇલમાં રેકોડિંગ કરતા દેવેન્દ્રસિંહ રાજપુરોહિતને પણ માર માર્યો હતો.