PAAS કન્વીનર દિનેશ બાંભણીયાની બાયડ પોલીસ કરી ધરપકડ, જાણો શું છે કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Sep 2016 12:43 PM (IST)
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન બાદના હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે બાયડના તેનપુરમાં મંજૂરી વગર યોજાયેલી સભા બદલ બાયડ પોલીસે પાસના કન્વીનર દિનેશ બાંભણીયાની ધરપકડ કરી છે. બાયડ પોલીસે બાંભણીયાની સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી છે. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ જામીનપાત્ર ગુનો હોવાથી જામીન મળી જાય તેવી શક્યતા છે. તેનપુરમાં ગત સપ્ટેમ્બર માસમાં સભા યોજાઇ હતી.