ગાંધીનગર : ડેન્ગ્યુની સારવાર માટે ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં દાખલ થયેલી 19 વર્ષીય યુવતી પર તબીબ અને સર્વન્ટ દ્વારા રેપ ગુજારવાના કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. પીડિતા પર રેપ ગુજારનારો આરોપી ડોક્ટર પાકિસ્તાનનો છો અને હાલમાં ભારતમાં વર્ક રેસિડેન્સિયલ પરમીટ પર કામ કરી રહ્યો છે. પોલીસે બંન્ને આરોપીઓને કોર્ટમાંથી રિમાન્ડ પર મેળવવા સાથે તેમના ડીએનએ સેમ્પલ પણ મેળવ્યા છે.


પોલીસના કહેવા પ્રમાણે આરોપી ડોક્ટર રમેશ ચૌહાણ પાકિસ્તાની નાગરિક છે અને તેના ગુના બાબતે પાકિસ્તાન એમ્બેસીને જાણ કરાશે. પરંતુ તેના સામે તમામ કાર્યવાહી કાયદા પ્રમાણે કરાશે. તબીબનો ભાઇ પણ અહીં આવ્યો છે અને અમદાવાદમાં દરજી કામ કરે છે.

રેપ કેસનો આરોપી ડૉ. રમેશ ચૌહાણ ત્રણ વર્ષની વર્ક રેસીડેન્સ પરમીટ લઇને ગુજરાતમાં પ્રથમ વખત  આવ્યો છે. જેની પરમીટ વર્ષ 2017માં પૂર્ણ થાય છે. તે કુબેરનગરમાં પોતાના ભાઇ સાથે રહે છે અને તેનો ભાઇ દરજી કામ કરે છે. નોંધનીય છે કે અમદાવાદની 19 વર્ષિય યુવતીને ડેંગ્યૂ થતા તેને એપોલોમાં સારવાર માટે ખસેડાઈ હતી. ડેન્ગ્યૂના કારણે બોલી-ચાલી ન શકતી યુવતીએ પરિવારને કાગળ લખી રેપ થયાની વાત કરી હતી.