ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ધાનાણીએ કહ્યું, આઝાદી માટે અમારાં બાપ દાદાઓ લડત લડતા હતા ત્યારે આપ નાં બાપ દાદાઓ અંગ્રેજોની ગુલામી કરતા હતા.


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમાં ગૃહ વિભાગની માંગણી પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું, કેટલાક પોલીસ અધિકારીઓ કમલમથી આદેશ છુટે અને ભાજપની નોકરી કરતા હોય તે રીતે કામગીરી કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ રાજકીય એજન્ડા પર કામ કરી રહ્યા છે. રાજકીય એજન્ડા પર કામ કરતાં પોલીસ અધિકારીને ચેતવણી આપતા કહ્યું કે ભૂતકાળમાં કેટલાક પોલીસ અધિકારીઓ જેલમાં ગયા છે એની પરથી આવા અધિકારીઓ બોધપાઠ લે.


 
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં  જણાવ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 2683 રાજ્યમા સી સી ટી વી નેટવર્ક છે. આગામી દિવસોમાં વિશ્વાસ 2 અંતર્ગત 8 હજાર કેમેરા નેશનલ હાઈવે, ટોલનાકા પર લગાવવામાં આવશે. આ ઉપરાંત ૧૨૦ કરોડના ખર્ચે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવવામાં આવશે. રાજ્યમાં અત્યારે 619 પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાઓ કરી હત્યા કરવાવાળા ને આશરો આપતા હતા. ગૌ હત્યા કરવા માટે કડક કાયદો લાવ્યા જ્યારે કોંગ્રેસના શાસનમાં તેમને છાવરવામાં આવતા હતા. જે બાદ તેમણે કહ્યું, ગુજરાતના પોલીસ જવાનો  ખાતરી આપું છું કે કોંગ્રેસના આક્ષેપોથી ગભરાતા નહીં. અમે જ્યારે શાસનમાં આવ્યા ત્યારે શહેરો ગુંડાના નામે ઓળખાતા હતા. અમરેલી પરેશ ધાનાણીના મત વિસ્તારમાં 7 માં થી 6 જિલ્લા પંચાયતમાં ભાજપ જીતી છે. પ્રજાને એહસાસ છે કે કાયદો વ્યવસ્થામાં ગુજરાત ભાજપ સરકાર ઉત્તમ છે. લોકડાઉનમાં જપ્ત કરેલા વાહનો મુક્ત કર્યા છે. ગૃહ વિભાગે છેલ્લા 10 વર્ષમાં 84 હજાર માનવ બળ પૂરું પાડ્યું છે.


Rajkot: CM રૂપાણીના હોમટાઉનમાં હોટલ એસોસિએશને સરકાર સામે માંડ્યો મોરચો, જાણો વિગતે


Gujarat lockdown Update: ગુજરાતમાં શાળા-કોલેજો બંધ કરી  દેવાશે ? રૂપાણી સરકાર ક્યારે લેશે નિર્ણય ? રૂપાણીએ શું કહ્યું ?